Ukraine સેના દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. યુક્રેન સેનાએ જણાવ્યું છે કે, તેણે ક્રિમિયા માં રશિયાના મહત્વના ઓઈલ ટર્મિનલ ને નિશાન બનાવ્યું છે ત્યાંથી યુદ્ધમાં રશિયન સેનાને તેલ સપ્લાય કરવામાં આવે છે. જયારે આ બાબતમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ જણાવ્યું છે કે, યુદ્ધ નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયેલ છે. યુક્રેનના જનરલ સ્ટાફ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રશિયાની “સૈન્ય અને આર્થિક સંભાવનાઓને ઈજા પહોંચાડવાના ઈરાદા’ થી તેના કબજે કરેલા કબજે કરેલા ક્રિમીયા દ્વીપકલ્પના દક્ષિણમાં સ્થિત ફિઓડોસિયા ઓઇલ ટર્મિનલ પર કર્યો હતો. કેમ કે, ત્યાંથી રશિયા સેનાને યુદ્ધ માટે તેલનો પુરવઠો પ્રાપ્ત થઈ રહ્યો હતો.
ફિઓડોસિયામાં તૈનાત રશિયન અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોમવાર સવારના કાળા સમુદ્રના કિનારે ટર્મિનલમાં આગ ફાટી નીકળી હતી, પરંતુ તેનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. યુક્રેન દ્વારા ત્રીજા વર્ષમાં પ્રવેશી ચૂકેલા યુદ્ધમાં રશિયાના કબજા હેઠળના મુખ્ય વિસ્તારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે લાંબા અંતરના ડ્રોન વિકસાવ્યા છે, તેના વડે ઓઇલ ડેપો અને ઓઇલ રિફાઇનરી ઓ તેમજ હથિયારો પર પણ હુમલો કરવા આવ્યો છે.
ઝેલેન્સકી એ રવિવાર રાત્રી ના જણાવ્યું હતું કે, યુદ્ધ અંતિમ તબક્કામાં પ્રવસી ગયું છે કેમ કે, યુક્રેનની સૈન્ય પૂર્વમાં મોટા રશિયન દળોને રોકવા માટે સંઘર્ષ કરી રહી છે, જયારે તેણે બે મહિના પહેલા કબજે કરેલા રશિયાના કુર્સ્ક સરહદ વિસ્તાર પર પણ મજબૂત સ્થિતિ બનાવી છે. તેમણે એક વિડીયો સંદેશમાં જણાવ્યું છે કે, “યુક્રેને રશિયા પર એવી રીતે દબાણ કરવું જોઈએ કે, રશિયાને ખબર પડે કે તેઓ યુદ્ધથી કંઈપણ મેળવી શકશે નહીં.” વોલોડિમિર ઝેલેન્સકીએ જણાવ્યું છે કે, “અમે રશિયા પર અને વધુ દબાણ ચાલુ રાખીશું, કેમ કે માત્ર તાકાતના માધ્યમથી અમે શાંતિને નજીક લાવી શકીએ છીએ.”