કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah દ્વારા લઘુમતીઓને લઈને અનામતને લઈને એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ઝારખંડના પલામુ માં એક ચૂંટણી રેલી દરમિયાન અમિત શાહ દ્વારા આ મામલામાં મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah થી આ રેલીને સંબોધતા પૂછવામાં આવ્યું હતું કે, જો ધર્મના આધારે અનામત આપવામાં આવશે તો દલિતો અને આદિવાસીઓનું ત્યાર બાદ શું થશે. તેના પર કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અનામત માંથી તમારો હિસ્સો કાપીને મુસ્લિમોને આપવા ઈચ્છી રહ્યા છે. તેની સાથે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી રહેલી છે ત્યાં સુધી લઘુમતીઓને ધર્મના આધારે અનામત પ્રાપ્ત થશે નહીં.
તમને જણાવી દઈએ કે, અમિત શાહ દ્વારા ઝારખંડમાં એક રેલીને સંબોધતા જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અનામતની વાત કરવામાં આવે છે પરંતુ બંધારણમાં ધર્મના આધારે અનામતની કોઇ જોગવાઇ કરવામાં આવેલ નથી. અમે ક્યારેય કોઇ ચોક્કસ ધર્મને અનામત આપી શકીએ નહીં.
તેની સાથે “ઝારખંડના લોકોને સવાલ કર્યો હતો કે, જો મુસ્લિમોને દસ ટકા અનામત પ્રાપ્ત થઈ જશે તો કોનું આરક્ષણ ઓછું થવાનું છે.” અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું કે, રાહુલ બાબા દ્વારા એસસી, એસટી, ઓ.બી.સી પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપવાની ઈચ્છા રહેલી છે.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ના પ્રદેશ અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘અમારા દ્વારા મુસ્લિમ ને આરક્ષણ આપવામાં આવશે’. કર્ણાટકમાં અને હૈદરાબાદમાં આપવામાં આવેલ છે. પરંતુ તમે ચિંતા કરશો નહીં જ્યાં સુધી ભાજપની સરકાર રહેલી છે ત્યાં સુધી અમારા દ્વારા એસસી, એસટી, ઓ.બી.સી ના અનામતને હાથ લગાવવામાં દઈશું નહીં.
આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે, કોંગ્રેસ OBC વિરોધી પાર્ટી રહેલ છે. જ્યારે પણ તેઓ સત્તામાં આવ્યા ત્યારે તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. કાકા કાલેલકર સમિતિની રચના 1950 માં કરાઈ હતી, પરંતુ તેનો રિપોર્ટ ગુમ થઈ ગયો હતો. જ્યારે OBC ને અનામત આપવા માટે મંડલ કમિશન આવ્યું ત્યારે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી દ્વારા તેના અમલનો વિરોધ કરવામાં આવ્યો. કેન્દ્રીય સંસ્થાઓમાં OBC ને 27 ટકા અનામત આપવામાં તેમને વર્ષો લાગી ગયા હતા. 2014 માં જ્યારે લોકો દ્વારા મોદી સરકારને પસંદ કરી છે ત્યારથી તેમણે OBC માટે 27 ટકા અનામત લાગુ કરી દીધી હતી. તેમણે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ (NCBC) ની રચના કરી અને તેને બંધારણીય દરજ્જો આપ્યો હતો.. અમિત શાહ દ્વારા ઝારખંડમાં JMM, કોંગ્રેસ અને RJD ગઠબંધનને દેશના સૌથી ભ્રષ્ટ્ર ગણાવતા ઇન્ડિયા ગઠબંધનની ટીકા કરવામાં આવી હતી.