હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર હવે શાંત પડ્યા છે. ગુરૂવારના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ રહેલો હતો. 5 ઓક્ટોબરના રોજ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ઓક્ટોબર ના રોજ જાહેર કરાશે. આ દરમિયાન વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. જિગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ હરિયાણામાં 65 થી વધુ બેઠક જીત મેળવશે.
કોંગ્રેસના નેતા Jignesh Mevani દ્વારા કહેવામાં આવ્યું છે કે, “હરિયાણામાં કોંગ્રેસની 65થી વધુ બેઠક આવવાની છે. કોંગ્રેસની લહેર રહેવાની છે. અશોક તંવર ની વાપસી થઈ છે તેના લીધે દલિત વોટ પણ એકજુટ થશે. આવનારા દિવસોમાં દલિત રાજનીતિ માટે પણ આ સારા સંકેત રહેલા છે.”
તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, “હરિયાણામાં 9 વિધાનસભા બેઠકમાં હું ગયો છું, બધી જગ્યાએ એક રીતે જનતાએ મૂડ બનાવ્યો છે. મોદી-અમિત શાહ કંઇ પણ કરી લે 65 થી વધુ બેઠક કોંગ્રેસ ની આવવાની છે. ખેડૂતોને જે રીતે માર મારવામાં આવ્યો, નક્સલી-ખાલિસ્તાની કહેવામાં આવ્યા, વિનેશ ફોગાટ નો મુદ્દો, રોજગારમાં કોઇ પરફોર્મન્સ હરિયાણાની ભાજપ સરકારનું નહોતું અને તેના લીધે કોંગ્રેસ ની ફેવરમાં લહેર બનેલ છે અને ભાજપ વિરુદ્ધ જોરદાર માહોલ ઉભો થયેલો છે.”
તેની સાથે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત પડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ લખવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું છે કે, આજે પુરી દુનિયાની નજર ભારત પર રહેલી છે. દુનિયા, ભારત તરફ ઘણી આશાથી દેખી રહ્યું છે. એવામાં મહત્વપૂર્ણ બની જાય છે કે હરિયાણાના લોકો એક એવી સરકાર ને પસંદ કરે જે ભારતને મજબૂતી આપવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ ક્યારેય દેશને મજબૂત બનાવી શકતી નથી. હું હરિયાણામાં પોતાના મતદારોને આગ્રહ કરું છું કે, તે ફરીથી ભાજપને પોતાનો આશીર્વાદ આપે.”
હરિયાણામાં વિધાનસભાની વાત કરીએ તો અંહી 90 બેઠક રહેલ છે જેમાં સરકાર બનાવવા માટે 46 બેઠકની જરૂરીયાત રહે છે. હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર રહેલી છે. હરિયાણામાં કોંગ્રેસ-ભાજપ સિવાય આમ આદમી પાર્ટી, JJP, BSP અને આઝાદ ભારત પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ રહેલો છે.