મલેશિયાના અબજોપતિ અને દિગ્ગજ ટેલિકોમ કંપની એરસેલના પૂર્વ માલિક આનંદ કૃષ્ણન ના પુત્ર Ven Ajahn Siripanyo ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેના દ્વારા પિતાની 45,339 કરોડની સંપત્તિ છોડી સંન્યાસ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજાશાહીમાં જીવન જીવનારા વેન અજાન દ્વારા 18 વર્ષની ઉંમરે બૌદ્ધ ધર્મનો સંન્યાસી બનવા ની જાહેરાત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, મલેશિયાના ધનિકોની યાદીમાં આનંદ કૃષ્ણન પાંચ અબજ ડોલરની નેટવર્થ સાથે ત્રીજા ક્રમ પર રહેલો છે. તેની સાથે વધુમાં જણાવી દઈએ કે, ટેલિકોમ, મીડિયા, સેટેલાઈટ, ઓઇલ એન્ડ ગેસ, રિયલ એસ્ટેટ સહિત વિવિધ ક્ષેત્રોમાં બિઝનેસ ધરાવનાર આનંદ કૃષ્ણન આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના સ્પોન્સર પણ રહી ચુક્યા છે.
તેની સાથે વેન અજાન સિરિપાન્યોન દ્વારા માતા-પિતા બંનની સહમતિથી સંન્યાસ ધારણ કરવામાં આવ્યો છે. વેન અજાણ સિરિપાન્યોન જીવનમાં એટલું મોટુ પરિવર્તન થાઈલેન્ડમાં એક આશ્રમની મુલાકાત લીધા બાદ આવ્યું હતું. તે થાઈલેન્ડમાં મોસાળ ગયેલો હતો તે સમયે અચાનક એક આશ્રમની મુલાકાત લેવામાં આવી હતી. ત્યાર બાદ તેના દ્વારા આ આશ્રમમાં સંન્યાસ ધારણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં તે થાઈલેન્ડ-મ્યાનમાર સરહદ પર સ્થિતિ દુતાઓ ડમ મઠના પ્રમુખ (અબ્બોટ) તરીકે જીવન પસાર કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, આનંદ કૃષ્ણન અને તેમનો પરિવાર પણ બૌદ્ધ ધર્મ સાથે ગાઢ રીતે જોડાયેલ છે. વેન અજાન સિરિપાન્યોની વાત કરીએ તો તે બાળપણથી જ ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન રહેલા હતાં. પોતાની બે બહેનો સાથે લંડનમાં અભ્યાસ સમાપ્ત કર્યા બાદ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોને સમજવા માટે જુદી-જુદી આઠ ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.