તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેતાનું Delhi Ganesh નું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Amit Darji

તમિલ ઇન્ડસ્ટ્રીથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કેમ કે, દિગ્ગજ તમિલ અભિનેતા Delhi Ganesh નું 80 વર્ષની વયે નિધન નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ગણેશ 9 નવેમ્બર ની રાત્રીના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ના લીધે અંતિમ શ્વાસ લીધા હતા. ગણેશના પરિવારના ભાવનાત્મક નિવેદનમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. ગણેશના પરિવાર દ્વારા એએનઆઈ ને જણાવવામાં આવ્યું હતું કે, અમને જણાવતા ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે, અમારા પિતા શ્રી દિલ્હી ગણેશનું 9 નવેમ્બરના રાત્રીના લગભગ 11 વાગ્યે અવસાન થયું હતું. તેમના પાર્થિવ દેહને ચેન્નાઈના રામાપુરમ માં રાખવામાં આવેલ છે. અભિનેતાના અંતિમ સંસ્કાર 11 નવેમ્બર ના રોજ કરવામાં આવશે.

તેની સાથે જણાવી દઈએ કે, તેમના દ્વારા 400 થી વધુ ફિલ્મોમાં અભિનય કરવામાં આવ્યો છે. તેના લીધે તમિલ સિનેમામાં પ્રતિષ્ઠિત પાત્ર અભિનેતા ના રૂપમાં તેમનું સ્થાન મજબૂત કરી લીધું હતું. તેઓ વિવિધ ભૂમિકાઓ ને સહેલાઈથી સ્વીકારવાની તેમની ક્ષમતા માટે જાણીતા હતા, ભલે પછી તે હાસ્ય હોય, ખલનાયક હોય અથવા હાર્દિક સહાયક પાત્ર હોય. આ વર્ષોમાં તેમને રજનીકાંત, કમલ હાસન અને અન્ય સહિત તમિલ સિનેમાના કેટલાક મહાન સ્ટાર્સ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી ચુક્યા છે. ગણેશ દ્વારા પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત 1976 માં પ્રખ્યાત કે. બાલાચંદર દ્વારા ફિલ્મ નિર્દેશિત ‘પટિના પ્રવેશમ’ થી કરી, જેને તેમને સ્ટેજ નામ ‘ડેલ્હી ગણેશ’ પણ આપ્યું છે.

આ ફિલ્મોના પાત્રોએ અપાવી ઓળખ

દિલ્હી ગણેશ દ્વારા 1981 માં ‘ઈંગમ્મા મહારાણી’ માં હીરોની ભૂમિકા ભજવવામાં આવી હતી, પરંતુ સહાયક અભિનેતા તરીકેના તેમના વ્યાપક કામે તેમણે ઘરેલુ નામ બનાવી દીધું હતું. તેમની સૌથી પ્રતિષ્ઠિત ભૂમિકાઓમાં ‘સિંધુ ભૈરવી’ (1985), ‘નાયકન’ (1987), ‘માઇકલ મદના કામ રાજન’ (1990), ‘આહા’ જેવી ફિલ્મોમાં અભિનય સામેલ છે. તમિલ સિનેમામાં દિલ્લી ગણેશના યોગદાનને અનેક પુરસ્કારોથી સન્માનિત કરાયા હતા. તેમણે ‘પાસી’ (1979) માં પોતાના અભિનય માટે તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કાર વિશેષ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. વધુમાં જણાવી દઈએ કે, કળામાં તેમની શ્રેષ્ઠતાને ઓળખ આપવા માટે તેમણે 1994 માં તત્કાલીન મુખ્યમંત્રી જે જયલલિતા દ્વારા પ્રતિષ્ઠિત કલાઈમામણી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમની કારકિર્દીના પછીના તબક્કામાં ગણેશ દ્વારા ટેલિવિઝન અને ટૂંકી ફિલ્મોમાં પણ પગલું ભર્યું અને પોતાની વિશિષ્ટ શૈલીથી ચાહકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખ્યું હતું.

Share This Article
Leave a comment