Vi એ લોન્ચ કર્યો 26 રૂપિયાનો સસ્તો પ્લાન, તેમાં મળી રહ્યા છે અનેક ફાયદા

Amit Darji

વોડાફોન આઈડિયા (Vi) દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની રહેલ છે. એરટેલના હાલમાં દેશભરમાં લગભગ 21 કરોડ યુઝર્સ રહેલ છે. યુઝર બેઝના Vi Jio અને Airtel કરતાં તે નબળું હોઈ શકે છે, પરંતુ કંપની તેના સસ્તા રિચાર્જ પ્લાન સાથે બંનેને સખત સ્પર્ધા આપી રહી છે. જો તમારી પાસે Vodafone Idea SIM રહેલું છે તો તમારા માટે ફાયદાકારક સમાચાર રહેલ છે. કંપની દ્વારા હવે તેના યુઝર્સ માટે 26 રૂપિયાનો સસ્તો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં એરટેલ દ્વારા મોબાઈલ યુઝર્સને રાહત આપવા માટે 26 રૂપિયાનો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. તેની સાથે એવું માનવામાં આવી રહ્યું છે કે, Vi એ એરટેલને ટક્કર આપવા માટે 26 રૂપિયાનો પ્લાન લોન્ચ કરેલ છે. બંને કંપનીઓના 26 રૂપિયાના આ પ્લાનમાં લગભગ સમાન ઓફર્સ આપવામાં આવેલ છે. તો આવો જાણીએ Vi ના આ સસ્તા અને નાના પ્લાન વિશે…

જો તમે Vi ના યૂઝર રહેલા છો અને જે ઈન્ટરનેટનો ઘણો ઉપયોગ કરે છે તો તમને નવો રિચાર્જ પ્લાન ઘણો પસંદ આવશે. Vi નો 26 રૂપિયાનો પ્લાન ડેટા વાઉચર પ્લાન રહેલ છે. જો તમારા પ્લાનમાં દૈનિક ડેટા લિમિટ સમાપ્ત થઈ ગઈ હોય તો તમે આ પ્લાનનો લાભ પ્રાપ્ત કરી શકશો.

Vi નો 26 રૂપિયાનો આ રિચાર્જ પ્લાન એક દિવસની વેલિડિટી ઓફર સાથે આવે છે. આ પ્લાનમાં કંપની તેના કરોડો યુઝર્સને એક દિવસ માટે 1.5 GB ડેટાની ઓફર કરે છે. જો તમે તેને ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે તે ધ્યાન રાખજો કે, આ પ્લાનમાં કોઈ કોલિંગ અથવા SMS સુવિધા મળતી નથી. તેની સાથે આ પ્લાનનો લાભ લેવો હોય તો તમારા નંબર પર પહેલાથી જ એક્ટિવ પ્લાન હોવો જરૂરી છે. જો નહીં હોય તો આ પ્લાનનો તમે લાભ પ્રાપ્ત કરી શકશો નહીં.

Share This Article
Leave a comment