Reliance Jio, Airtel અને Vi દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ રહેલી છે. સસ્તા રિચાર્જ પ્લાન ને લઈને ત્રણેય કંપનીઓ વચ્ચે ઘણી વખત સ્પર્ધા જોવા મળતી રહે છે. તેમ છતાં જ્યારથી ખાનગી કંપનીઓ દ્વારા ભાવ વધારવામાં આવ્યા છે ત્યારથી લોકો દ્વારા BSNL ને પસંદ કરવામાં આવી રહ્યું છે. પરંતુ, હાલમાં જિયો 49 કરોડ યુઝર્સ સાથે દેશની નંબર વન ટેલિકોમ કંપનીમાંથી એક રહેલી છે. આ દરમિયાન, વોડાફોન આઈડિયા દ્વારા એવો સસ્તો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે જેણે Jio અને BSNL બંને કંપનીઓ ની ઊંઘ હરામ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે, દેશભરમાં 20 કરોડથી વધુ લોકો દ્વારા સ્માર્ટફોનમાં Vi ના સિમનો ઉપયોગ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ગ્રાહકોની સુવિધા માટે કંપની સસ્તા અને શાનદાર ઓફર્સ સાથે રિચાર્જ પ્લાન લાવવામાં આવી રહી છે. હાલમાં જ વોડાફોન આઈડિયા દ્વારા તેની યાદીમાં રૂ. 719 નો પ્લાન ઉમેરવામાં આવ્યો છે જેમાં ગ્રાહકોને ઘણી ઓફર અપાઈ રહી છે.
Vi નો 719 રૂપિયાનો પ્લાન આકર્ષક
વોડાફોન આઈડિયાના લિસ્ટમાં 719 રૂપિયાનો પ્લાન પહેલાથી જ રહેલો હતો, પરંતુ જુલાઈ મહિનામાં Vi દ્વારા તેની કિંમત વધારી દેવામાં આવી હતી. સસ્તા રિચાર્જ પ્લાનની વધતી માંગ વચ્ચે Vi દ્વારા ફરી એક વખત 719 રૂપિયાનો પ્લાન યાદીમાં ઉમેરવામાં આવ્યો છે. આવો તમને જણાવીએ Vi ના રૂ 719 ના પ્લાન ની જાણકારી આપીએ.
વોડાફોન આઈડિયા દ્વારા તેના રૂ. 719 ના પ્લાન યુઝર્સને કુલ 72 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે. આ પ્લાનમાં તમને 72 દિવસ માટે કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ ફ્રી કોલિંગની સુવિધા અપાઈ રહી છે. તેની સાથે તમને પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS પણ મળી રહ્યા છે.
જો તમે વધુ ડેટાનો ઉપયોગ કરો છો તો તમને જણાવી દઈએ કે, સંપૂર્ણ વેલીડીટી માટે આ રિચાર્જ પ્લાનમાં કુલ 72 GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટા અપાઈ રહ્યો છે. તેની સાથે દૈનિક ડેટા લીમીટ સમાપ્ત થયા બાદ પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો, તેમ છતાં પછી તમને 64kbps ની સ્પીડ પ્રાપ્ત થશે.