પેરિસ ઓલિમ્પિક 2024 ની કુસ્તી ની ફાઇનલમાં પહોંચેલી ભારતીય મહિલા કુસ્તીબાજ Vinesh Phogat ને ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામાં આવી છે. તેને વજન કેટેગરીના આધારે ડિસક્વોલીફાય કરી દેવામાં આવી છે. તેનું વજન 100 ગ્રામ વધુ રહેલું હતું. વિનેશ ફોગાટની વાત કરીએ તો તે મહિલા કુશ્તીની 50 કિલો ફ્રી-સ્ટાઈલ કેટેગરીમાં રમી રહી હતી.
વિનેશ ફોગાટ દ્વારા મંગળવારના પેરિસ ઓલિમ્પિકની પ્રથમ મેચમાં ઓલિમ્પિક ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને હરાવીને અપસેટ સર્જવામાં આવ્યો હતો. ત્યાર બાદ ક્વાર્ટર ફાઈનલ મેચમાં તેમણે યુક્રેનની ઓક્સાના લિવાચને હરાવી અને પછી સેમિફાઈનલમાં ક્યુબાની યુસનેલિસ ગુજમાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તે ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની ગઈ હતી.
નિયમ અનુસાર, રમતના દિવસે અને મેચ પહેલા વજન કરવામાં આવે છે. જેમાં જો ખેલાડીનું વજન કેટેગરી કરતા વધુ જોવા મળે તો તેને અયોગ્ય જાહેર કરાઈ છે. એવામાં વિનેશનું વજન 100 ગ્રામ વધુ વજન હોવાના લીધે તેને ડિસક્વોલીફાય કરી દેવામાં આવી હતી. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, વિનેશે ગઈકાલે આખી રાત્રીના વજન ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.