Bangladesh થી હિંસા મામલો સામે આવ્યો છે. જેમાં વડાપ્રધાન શેખ હસીના ના રાજીનામાની માંગ કરી રહેલા હજારો દેખાવકારોને વેરવિખેર કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા અને સ્ટન ગ્રેનેડ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની સરકાર દ્વારા આજ સાંજ સુધી અનિશ્ચિત રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુની જાહેરાત પણ કરવામાં આવી હતી. ગયા મહિને વિરોધ શરૂ કરવામાં આવ્યા બાદ સરકાર દ્વારા આ પગલું પ્રથમ વખત ભરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં ફરી એક વખત હિંસાની બાબત સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, બાંગ્લાદેશમાં રવિવારના અચાનક ફાટી નીકળેલ હિંસામાં 32 થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા હતા અને અનેક લોકો ઈજા પહોંચી હતી. વિદ્યાર્થીઓ પ્રદર્શનકારીઓ, પોલીસ અને શાસક પક્ષના કાર્યકર્તા ઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. વડા પ્રધાન શેખ હસીના ના રાજીનામાની માંગ કરી રહેલા હજારો દેખાવકારોને વેરવિખેર કરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા અને સ્ટન ગ્રેનેડ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા રવિવારના સાંજના છ વાગ્યા સુધી અનિશ્ચિત રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી.
જાણકારી મુજબ, બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ દ્વારા સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ વિદ્યાર્થી આંદોલનમાં હિંસા ભડકી ચૂકી છે અને અત્યાર સુધીમાં દેશભરમાં ઓછામાં ઓછા 200 લોકોના મૃત્યુ નીપજ્યા થયા છે. જેમાં રાજધાની ઢાકા વિરોધનું કેન્દ્ર બન્યું છે.
એએફપીના અહેવાલ અનુસાર, રવિવારના પ્રદર્શનકારીઓની ભીડ લાકડીઓ વગેરે લઈને આવી ગઈ હતી. જ્યારે આ ભીડ ઢાકાની મધ્યમાં શાહબાગ ચોક પર એકઠી થઈ હતી ત્યાર બાદ પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઉગ્ર સંઘર્ષ થયો હતો. તેના સિવાય ઘણા સ્થળો અને મોટા શહેરોમાં રસ્તાઓ પર પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે સામ-સામે ઘર્ષણ થઈ ગયું હતું. દેખાવકારો દ્વારા મુખ્ય રાજમાર્ગો બ્લોક કરી દેવામાં આવ્યા હતા. આ અથડામણમાં પોલીસની સાથે સત્તાધારી અવામી લીગના સમર્થકો પણ રહેલા હતા, જેમની સાથે વિરોધીઓ સામ-સામે આવ્યા હતા.