Virat Kohli એ ચેન્નાઈ ટેસ્ટમાં 17 રનની ઇનિંગ રમી સચિન તેંડુલકરનો તોડ્યો મોટો રેકોર્ડ

Amit Darji

ટેસ્ટ ક્રિકેટમાં લાંબા વિરામ બાદ વાપસી કરી રહેલા વિરાટ કોહલી માટે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ખાસ રહી નથી. વિરાટ કોહલીએ આ મેચની પ્રથમ ઇનિંગમાં 6 રન બનાવ્યા અને બીજી ઇનિંગમાં 17 રનની ઇનિંગ રમી હતી. તેમ છતાં આ મેચમાં ભલે વિરાટ કોહલીએ માત્ર 23 રન બનાવ્યા હોય પરંતુ તેમના નામે પોતાના નામે એક મોટો રેકોર્ડ કરી લીધો છે. વિરાટ કોહલી દ્વારા સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી ઓછી ઇનિંગ્સમાં 12000 રનનો આંકડો પાર કરનાર ખેલાડી બની ગયા છે.

ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ દરમિયાન વિરાટ કોહલી પોતાનો 5 મો રન પૂરો કરતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી ઓછી ઇનિંગ્સમાં 12000 રન પૂરા કરનાર ખેલાડી બની ગયા હતા. વિરાટ કોહલીએ માત્ર 243 ઇનિંગ્સમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો જેમણે 267 ઇનિંગ્સમાં ઘરઆંગણે પોતાના 12000 આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કર્યા હતા. જયારે વિરાટ કોહલી હજુ ઘરઆંગણે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે માત્ર સચિન તેંડુલકરથી પાછળ રહેલા છે, જેમણે 14192 રન બનાવ્યા છે, જ્યારે કોહલીએ અત્યાર સુધીમાં 12012 રન બનાવ્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 12000 રન પુરા કરનાર ખેલાડીઓ

વિરાટ કોહલી – 243 ઇનિંગ્સ

સચિન તેંડુલકર – 267 ઇનિંગ્સ

કુમાર સંગાકારા – 269 ઇનિંગ્સ

જેક કાલિસ – 271 ઇનિંગ્સ

રિકી પોન્ટિંગ – 275 ઇનિંગ્સ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી હાલમાં 5 માં સ્થાન પર રહેલ છે, જેમાં સચિન તેંડુલકર પ્રથમ સ્થાન પર છે, રિકી પોન્ટિંગ 13117 રન સાથે બીજા સ્થાને છે, જેક્સ કાલિસ 12305 રન સાથે ત્રીજા સ્થાને છે. શ્રીલંકન ટીમના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારા 12043 રન સાથે ચોથા સ્થાન પર રહેલા છે.

Share This Article
Leave a comment