કાનપુર ટેસ્ટમાં Virat Kohli તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મોટો રેકોર્ડ…

Amit Darji

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન Virat Kohli ની નજર એક મોટા રેકોર્ડ પર રહેલી છે. કાનપુર ટેસ્ટમાં તેમની પાસે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના રેકોર્ડ તોડવાની તક રહેલી છે. વાસ્તવમાં વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રનના આંકડાથી માત્ર 35 રન દૂર રહેલા છે.

કોહલી સચિનનો તોડી શકે છે આ મોટો રેકોર્ડ

Virat Kohli ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રનને પૂર્ણ કરવા માટે હવે 35 રનની જરૂરીયાત છે. ચેન્નાઈ ટેસ્ટ પહેલા તે આ આંકડાથી 58 રન દૂર રહેલા હત્યા. સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27 હજાર રન પૂરા કરનાર ખેલાડી રહેલા છે. તેમના દ્વારા 623 ઇનિંગ્સ (226 ટેસ્ટ ઇનિંગ્સ, 396 વનડે ઇનિંગ્સ, 1 ટી20 ઇનિંગ્સ) માં આ કરવામાં આવ્યું હતું. વિરાટ કોહલી દ્વારા અત્યાર સુધી તમામ ફોર્મેટ સહિત 593 ઇનિંગ્સમાં 26965 રન બનાવવામાં આવ્યા છે.

વિરાટ કોહલીએ ઘરઆંગણે 12 હજાર રન પૂરા કર્યા

ચેન્નાઈમાં રમાયેલી મેચમાં 35 વર્ષીય બેટ્સમેને ઘરઆંગણે 12000 રન પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ મેળવનાર વિરાટ કોહલી સચિન તેંડુલકર બાદ બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ પોતાની 219 મી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ કોહલી દ્વારા ઘરઆંગણે 58.84 ની સરેરાશથી 12000 રન પૂર્ણ કરવામાં આવ્યા છે જેમાં 38 સદી અને 59 અડધી સદીનો સમાવેશ થાય છે. ભારતીય પરિસ્થિતિઓમાં સચિન તેંડુલકર દ્વારા 258 મેચોમાં 50.32 ની એવરેજથી 14192 રન બનાવવામાં આવ્યા છે જેમાં 42 સદી અને 70 અડધી સદી સામેલ છે.

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલી ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. વિરાટ કોહલીએ પ્રથમ ઇનિંગમાં છ રન બનાવ્યા હતા, જ્યારે તે બીજી ઇનિંગમાં 17 રનની ઇનિંગ રમી હતી. એવામાં કાનપુર ટેસ્ટમાં તે પોતાનું પ્રદર્શન સુધારવા માટે પ્રયત્ન કરશે.

 

Share This Article
Leave a comment