ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સીરીઝમાં રમવા ઉતરશે ત્યારે તમામની નજર વિરાટ કોહલી પર રહેવાની છે. Virat Kohli પહેલેથી જ T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યા છે અને તેનો અર્થ એ છે કે, ચાહકો હવે તેને માત્ર બે ફોર્મેટમાં જ જોવા મળવાના છે. તે ટેસ્ટ અને ODI છે. 35 વર્ષીય વિરાટ કોહલી અને મહાન સચિન તેંડુલકર વચ્ચે ઘણી વખત સરખામણી કરવામાં આવે છે. તેમ છતાં વિરાટ કોહલીએ હંમેશા કહ્યું છે કે, આ સરખામણી યોગ્ય રહેલ નથી અને સચિનની સરખામણી કોઈની સાથે થઈ શકે તેમ નહીં. વિરાટ કોહલીના નામે 80 આંતરરાષ્ટ્રીય સદીઓ છે અને તે સદીઓની દ્રષ્ટિએ તેંડુલકર (100) પછી બીજા ક્રમે રહેલા છે. તેમ છતાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલી ના નિશાન પર સચિન નો મોટો રેકોર્ડ રહેલ હશે.
Virat Kohli ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન પૂરા કરવા માટે 58 રન ની જરૂરીયાત છે. સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27 હજાર રન પૂરા કરનાર ખેલાડી રહેલ છે. તેમણે 623 ઇનિંગ્સ (226 ટેસ્ટ ઇનિંગ્સ, 396 વનડે ઇનિંગ્સ, 1 ટી 20 ઇનિંગ્સ) માં આ કર્યું હતું. અત્યાર સુધી વિરાટ કોહલીએ તમામ ફોર્મેટ સહિત 591 ઇનિંગ્સમાં 26,942 રન બનાવ્યા હતા. તેમ છતાં વિરાટ કોહલી તેની આગામી આઠ ઇનિંગ્સમાં વધુ 58 રન બનાવશે તો તે સચિનને પાછળ છોડી દેશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બની જશે. આ પણ ખૂબ જ સંભવ પણ જોવા મળી રહ્યું છે. વિરાટ કોહલી પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં 600 થી ઓછી ઈનિંગ્સમાં 27 હજાર રન પૂરા કરનાર પ્રથમ ક્રિકેટર બનવાની તક રહેલી છે.
અત્યાર સુધી સચિન તેંડુલકર સિવાય ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને શ્રીલંકાના કુમાર સંગાકારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજારથી વધુ રન નોંધાયેલા છે. આ દરમિયાન એફ્રો-એશિયા કપને ફરીથી યોજવામાં આવે તેવી શક્યતા રહેલી છે. જો ટુર્નામેન્ટને લઈને ચાહકોમાં રસ હોય અને ICC તેના માટે સંમત થાય તો ટૂર્નામેન્ટનું ફરીથી આયોજન કરાશે. આવી સ્થિતિમાં ચાહકો વિરાટ કોહલીને મિડલ ઓર્ડરમાં બાબર આઝમ અથવા શાહીન આફ્રિદી સાથે જસપ્રીત બુમરાહ સાથે બોલિંગ કરતા જોવા મળી શકશે. ફોર્બ્સના એક અહેવાલ અનુસાર, એફ્રો-એશિયા કપ ને ફરીથી કરાવવાની સંભાવનાઓને તપાસમાં આવી રહી છે.