બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 થોડા દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં રમાવવા જઈ રહી છે. એવામાં ટીમ ઈન્ડિયા 22 નવેમ્બરથી પર્થમાં રમાવનાર ઓસ્ટ્રેલિયા પ્રવાસની પ્રથમ ટેસ્ટ મેચ માટે જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે. કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચમાં રમતા જોવા મળવાના નથી. આવી સ્થિતિમાં બેટિંગની સંપૂર્ણ જવાબદારી વિરાટ કોહલી પર રહેવાની છે. રોહિત શર્માની ગેરહાજરીમાં ચાહકો પ્રથમ ટેસ્ટમાં Virat Kohli પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખશે, જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી.
Virat Kohli પાસે પણ પર્થ ટેસ્ટ દરમિયાન શાનદાર રેકોર્ડ બનાવવાની તક રહેલી હશે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી નો રેકોર્ડ શાનદાર રહેલો છે. વિરાટ કોહલી દ્વારા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 24 મેચની 44 ઇનિંગ્સમાં 47.48 ની એવરેજથી 2042 રન બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન તેમના દ્વારા આઠ સદી અને પાંચ અડધી સદી ફટકારવામાં આવી છે. તે ભારતીય બેટ્સમેન દ્વારા ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ માં પાંચમો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહેલો છે.
જ્યારે Virat Kohli પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન બંને ઇનિંગ્સમાં કુલ મળીને 102 રન બનાવવામાં સફળ રહેશે તો તે બે દિગ્ગજ ભારતીય બેટ્સમેનોના રેકોર્ડ તોડી નાખશે. પ્રથમ ટેસ્ટ મેચમાં 33 રન બનાવીને વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં ચેતેશ્વર પૂજારા ને તે પાછળ છોડી દેશે. ચેતેશ્વર પુજારાના નામે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ માં 2074 રન રહેલા છે. એટલું જ નહીં ચેતેશ્વર પુજારા બાદ વિરાટ કોહલી પાસે પણ દિગ્ગજ રાહુલ દ્રવિડને પાછળ છોડવાની મોટી તક રહેલી હશે. વિરાટ કોહલી રાહુલ દ્રવિડના રનના આંકડાથી માત્ર 101 રન દૂર રહેલા છે. રાહુલ દ્રવિડ દ્વારા ઓસ્ટ્રેલિયા સામે 54 ટેસ્ટ ઇનિંગ્સમાં 2143 રન બનાવવામાં આવ્યા છે.
તેમ છતાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મહાન સચિન તેંડુલકરના નામે રહેલો છે. સચિન તેંડુલકર 74 ટેસ્ટ ઇનિંગ્સમાં 3630 રન બનાવવામાં આવ્યા છે જેમાં 11 સદી અને 16 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમ છતાં સચિનના આ રેકોર્ડ સુધી પહોંચવા માટે વિરાટ કોહલીને થોડી વધુ રાહ જોવી પડશે.
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
સચિન તેંડુલકર – 3630 રન (74 ઇનિંગ્સ)
વીવીએસ લક્ષ્મણ – 2434 રન (54 ઇનિંગ્સ)
રાહુલ દ્રવિડ – 2143 રન (54 ઇનિંગ્સ)
ચેતેશ્વર પૂજારા – 2074 રન (45 ઇનિંગ્સ)
વિરાટ કોહલી – 2042 રન (44 ઇનિંગ્સ)