ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હાલ ટીમ ઇન્ડિયા રહેલી છે. પર્થમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ 295 રનથી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરેલી છે અને હવે તેની નજર એડિલેડમાં રમાનારી ડે-નાઈટ ટેસ્ટ પર રહેલી છે. એડિલેડ ટેસ્ટ 6 ડિસેમ્બરથી શરૂ થવાની જેમાં ટીમ ઈન્ડિયા જીત સાથે 5 મેચની ટેસ્ટ સીરીઝમાં 2-0 થી લીડ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે. છેલ્લી વખત ટીમ ઈન્ડિયા દ્વારા વર્ષ 2020 માં અહીં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી હતી. તે સમયે સંપૂર્ણ ટીમ માત્ર 36 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને મેચ 8 વિકેટથી હારી પણ ગઈ હતી. તેમ છતાં પ્રથમ ટેસ્ટમાં મળેલી શાનદાર જીત બાદ ટીમ ઇન્ડિયા આ મેચમાં જીત મેળવવાના ઈરાદાથી ઉતરશે.
Virat Kohli એ રચશે ઈતિહાસ
તમને જણાવી દઈએ કે, એડિલેડમાં રમાનારી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં તમામની નજર વિરાટ કોહલી પર રહેવાની છે જેમના નામે પિંક બોલ ટેસ્ટમાં સદી ફટકારવાનો રેકોર્ડ ફટકારવાનો રેકોર્ડ નોંધાયેલો છે. વિરાટ કોહલી દ્વારા 2019 માં બાંગ્લાદેશ સામે આ સદી ફટકારવામાં આવી હતી. હવે તેમની પાસે ડે-નાઈટ ટેસ્ટ મેચમાં વધુ એક શાનદાર સદી ફટકારવા ની શાનદાર તક રહેલી હશે. જો વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારવામાં સફળ રહેશે તો તે ઘણા મોટા રેકોર્ડ તોડી નાખશે અને વિવિયન રિચર્ડ્સ અને બ્રાયન લારા જેવા દિગ્ગજો ને પણ પાછળ છોડી દેશે.
વાસ્તવમાં વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારા ના નામે એડિલેડ ઓવલ માં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. તેમના દ્વારા આ મેદાન પર 610 રન બનાવવામાં આવ્યા છે. તેમના થી થોડા પાછળ સર વિવિયન રિચર્ડ્સ રહેલા છે, તેમના દ્વારા આ મેદાન પર ટેસ્ટમાં 552 રન બનાવવામાં આવ્યા છે. એડિલેડમાં વિરાટ કોહલી 509 ટેસ્ટ રન સાથે ત્રીજા સ્થાન પર રહેલા છે.
તેની સાથે જો Virat Kohli બીજી ટેસ્ટમાં 44 રન બનાવશે તો તે વિવિયન રિચર્ડ્સને પાછળ છોડીને આ ખાસ ક્લબમાં બીજા સ્થાન પર આવી જશે. જ્યારે વધુ 58 રન બનાવશે તો તે લારાના રેકોર્ડને પાછળ છોડીને એડિલેડમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. તેનો અર્થ વિરાટ કોહલી આગામી ટેસ્ટમાં સદી ફટકારવા ની સાથે જ વિવિયન રિચર્ડ્સ અને લારાને પાછળ છોડી દેશે.
એડિલેડ ઓવલ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
બ્રાયન લારા – 610 રન
સર વિવિયન રિચર્ડ્સ – 552 રન
વિરાટ કોહલી – 509 રન
વોલી હેમન્ડ – 482 રન
લિયોનાર્ડ હટન – 456 રન
વિરાટ કોહલી પિંક બોલ ટેસ્ટમાં 300 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બનવાની ખૂબ નજીક રહેલા છે. ડે-નાઈટ ટેસ્ટમાં 277 રન બનાવનાર વિરાટ કોહલીને આ સિદ્ધિ મેળવવા માટે માત્ર 23 રન ની જરૂરિયાત છે.
પિંક બોલ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન ની યાદી (ડે-નાઈટ ટેસ્ટ)
વિરાટ કોહલી – 277 રન
રોહિત શર્મા – 173 રન
શ્રેયસ અય્યર – 155 રન