શાહિદ કપૂર અને Tripti Dimri સાથે એક ફિલ્મ બનાવશે વિશાલ ભારદ્વાજ

Amit Darji

બોલિવૂડ અભિનેત્રી Tripti Dimri ને લઈને સમાચાર સામે આવ્યા છે. રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ એનિમલ પછી તૃપ્તિ ડિમરી દ્વારા સતત ફિલ્મો સાઈન કરવામાં આવી છે. એવામાં તૃપ્તિ પાસે ઇન્ડસ્ટ્રીની ઘણી આગામી ફિલ્મો રહેલી છે. હવે તે ટૂંક જ સમયમાં વિશાલ ભારદ્વાજની એક્શનથી ભરપૂર થ્રિલર ફિલ્મમાં જોવા મળવાની છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજની હિટ જોડી ફરી એક વખત બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે, આજે મેકર્સ દ્વારા આ ફિલ્મમાં Tripti Dimri ની એન્ટ્રીની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

નડિયાદવાલા પૌત્રના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મની જાહેરાત કરી છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘હું મારા ખાસ મિત્ર અને પ્રતિભાશાળી દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ અને શાનદાર અભિનેતા શાહિદ કપૂર સાથે નવા પ્રોજેક્ટ માટે જોડાઈ રહ્યા છીએ. આ પ્રોજેક્ટમાં Tripti Dimri નું સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. આ પોસ્ટ સામે આવતા જ ચાહકો ની ખુશીનો કોઈ પાર રહ્યો નથી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ વખતે તૃપ્તિ ડિમરી જ એવી અભિનેત્રી છે તેની પાસે મોટા બેનરની મોટા બજેટની ફિલ્મો રહેલી છે. વિશાલ ભારદ્વાજની ફિલ્મ સિવાય તૃપ્તિ બીજી ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળવાની છે. આ યાદીમાં ધર્મા પ્રોડક્શન ની  ધડક 2, ભૂલ ભુલૈયા 3 અને વિકી વિદ્યાની વો વાલા વિડિયો જેવી ફિલ્મો સામેલ છે. થોડા દિવસો પહેલા જ તૃપ્તિની ફિલ્મ બેડ ન્યૂઝે બોક્સ ઓફિસ પર ખુબ ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં વિકી કૌશલ સાથેની તેની જબરદસ્ત કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. તેમ છતાં તે જોવાનું રહેશે કે, શાહિદ કપૂર સાથે તૃપ્તિ ડિમરી ની જોડી લોકોને કેટલી પસંદ કરે છે.

Share This Article
Leave a comment