ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. આ સીરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને હતો. આવી સ્થિતિમાં સિરીઝની બીજી મેચ માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા એ પોતાના પ્લેઈંગ 11 માં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા અને પુણે ટેસ્ટમાં Washington Sundar ને તક આપવામાં આવી છે. આ મેચમાં વોશિંગ્ટન સુંદરે કેપ્ટન રોહિત શર્મા ના નિર્ણયને સાચો સાબિત કર્યો અને ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ઇનિંગમાં સાત વિકેટ લેવામાં આવી હતી. આ સાત વિકેટ સાથે, તેણે ઈતિહાસ રચ્યો અને ભારત માટે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એક એવું પરાક્રમ જે આજ સુધી માત્ર ત્રણ બોલર જ કરી શક્યા છે. હવે વોશિંગ્ટન સુંદર આવું કરનાર ચોથો ખેલાડી બની ગયેલ છે.
વોશિંગ્ટન સુંદર
વોશિંગ્ટન સુંદર તેની વાપસી મેચમાં શાનદાર ફોર્મ માં દેખાયો હતો. તેના દ્વારા ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં 59 રન આપીને સાત વિકેટ પ્રાપ્ત કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ સામે કોઈપણ ભારતીય બોલર નું આ ચોથું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહેલ છે. આ યાદીમાં ટોપ ચાર માં તમિલનાડુના ત્રણ બોલર નો સમાવેશ થાય છે. 2017 થી કોઈ બોલર દ્વારા ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સાત વિકેટ લીધી નથી. રવિચંદ્રન અશ્વિન દ્વારા 2017 માં ઈન્દોરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 59 રન આપીને સાત વિકેટ લેવામાં આવી હતી.
ભારત વિ ન્યુઝીલેન્ડ ટેસ્ટ મેચમાં સૌથી શ્રેષ્ઠ આંકડા ઓ ધરાવનાર ભારતીય બોલર
8/72 એસ વેંકટરાઘવન, 1965
8/76 ઈએએસ પ્રસન્ના, 1975
7/59 રવિચંદ્રન અશ્વિન, 2017
7/59 વોશિંગ્ટન સુંદર, 2024
પ્રથમ દિવસે સ્પિન બોલરોનો રહ્યો દબદબો
ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ ના પ્રથમ દિવસે સ્પિન બોલરોનો સંપૂર્ણ દબદબો જોવા મળ્યો છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડની તમામ 10 વિકેટ સ્પિનરો ના નામે રહી હતી. જેમાં આર અશ્વિન અને વોશિંગ્ટન સુંદર નો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયા દ્વારા પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડને 259 રનમાં ઓલઆઉટ કરી દેવામાં આવ્યું હતું. આ મેચમાં વોશિંગ્ટન સુંદરે સાત અને આર અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ પણ એક વિકેટ ગુમાવી દીધી હતી. પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ ભારતનો સ્કોર 16 રન રહ્યો છે.