ગુજરાતમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. કેમ કે, હવે બપોરે ગરમી અને સાંજથી સવાર સુધી ઠંડીની અસર લોકોને જોવા મળી રહી છે. એવામાં શિયાળાને લઈને હવામાન નિષ્ણાત Ambalal Patel દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 15 નવેમ્બર બાદ ગરમીથી કંઈક અંશે રાહત મળવાની છે. અંબાલાલ પટેલ દ્વારા શિયાળા અંગે કરવામાં આવેલ આગાહી મુજબ, 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ રહેવાનો છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના લીધે ગુજરાતમાં ગરમી ઘટવાની છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થશે, ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેલી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાવવાનું છે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ વરસશે નહીં, પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની શક્યતા રહેલી છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે ચક્રવાત સર્જાઈ તેવી શક્યતા રહેલી છે.
તેમ છતાં અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના લીધે ગુજરાતમાં ઠંડીની લહેર જોવા મળી શકે છે. બંગાળ ઉપસાગર માં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશન ના લીધે ચક્રવાત સર્જાશે.
તેની સાથે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ ઘઉંના પાક માટે તાપમાન સાનુકૂળ રહેલ નથી. હાલની વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીનાં કારણે ઉત્પાદનનો ઘટાડો થઈ શકે છે. હાલની ગરમીને જોતા જો ઘઉંની વાવણી કરાશે તો પાકને તેની અસર થવાની શકયતા રહેલી છે.
આ સિવાય તેમના દ્વારા એ પણ જણાવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગના લીધે 74 વર્ષ બાદ ઓક્ટોબર મહિનામાં ગરમી નું જોર વળશે. ત્યાર બાદ તેમના દ્વારા આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી અને માવઠાં થવા અંગે પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આ વર્ષે છેલ્લા 30 વર્ષની ઠંડીનો રેકોર્ડ તૂટવાનો છે. જ્યારે માર્ચ માસ સુધી હવામાનમાં ફેરફારની શક્યતા રહેલી છે. માર્ચ એપ્રિલ સુધી માવઠાની શક્યતા રહેલી છે.