હવામાન નિષ્ણાત Ambalal Patel દ્વારા નવરાત્રીમાં વરસાદને લઈને કરી મોટી આગાહી

Amit Darji

ગુજરાતમાં હાલ નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે. એવામાં હવે વરસાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે, હવામાન નિષ્ણાત Ambalal Patel દ્વારા તેવી જ આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા નવરાત્રિમાં 9-10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ 7 થી 9 ઓક્ટોબરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વખતનું ચોમાસુ લાંબુ રહેલ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ચોમાસુ સક્રિય રહેલ છે. જ્યારે રાજ્યમાં સાત-આઠ તારીખની આજુબાજુ છુટોછવાયો વરસાદ વરસી શકે છે. આ વરસાદ સાતથી નવ તારીખ સુધી માં રહેવાનો છે.

આ સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નવરાત્રિમાં 9-10 અને 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર ના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે 12-13 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમ સક્રિય બનવાની શક્યતા રહેલ છે. જ્યારે 14-16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વિસ્તારો માં વાદળછાયુંયુ વાતાવરણ બન્યું રહેશે.

તેની સાથે વધુમાં તેમણે જણાવ્યું છે કે, 17 ઓક્ટોબરના અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય બનવાની શક્યતા છે. આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થવાનું છે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળશે અને તેના લીધે વરસાદ રહેવાનો છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ સકર્ય બનવાના લીધે વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ આવી શકે છે. તેમ છતાં વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના વિસ્તારોમાંથી થઈને પાકિસ્તાન તરફ જવાની શક્યતા છે.

જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમના લીધે દેશના દક્ષિણ વિસ્તારોમાં વરસાદ રહેવાની શક્યતા છે. 16 થી 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના મધ્ય અને પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. જ્યારે આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ, હિંમતનગર અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ જોવા મળવાની શક્યતા છે. 22 ઓક્ટોબરથી સવારના વિસ્તારોમાં ઠંડકની શરૂઆત થઈ જશે. ત્યાર બાદ ઠંડી લાગવા લાગશે.

 

Share This Article
Leave a comment