રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામે લીધો છે. તેના લીધે ગરમીનો પારો વધી ગયો છે. આ કારણોસર લોકોને ગરમી સહન કરવાનો વારો આવ્યો છે. એવામાં હવામાન નિષ્ણાંતો દ્વારા વરસાદને આગાહી કરવામાં આવેલ છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ હોવાનું હવામાન નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમને લઈને ગુજરાત પર થનારી અસરને લઈને આગાહી કરી છે. તેની સાથે આ સિસ્ટમ મજબૂત હોવાનાં લીધે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળવાનું હવામાન નિષ્ણાત દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
હવામાન નિષ્ણાંત Ambalal Patel દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, તારીખ 24 સપ્ટેમ્બરના રોજ બંગાળનાં ઉપસાગરમાં એક સિસ્ટમ સર્જાવવાની છે. આ સિસ્ટમના લીધે ઓરિસ્સા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની છે. આ કારણોસર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે.
હવામાન નિષ્ણાંત મુજબ, મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે. પંચમહાલનાં અનેક વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, અરવલ્લી માં પણ અડધા ઈંચથી વધુ વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્ર નાં જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં પણ છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.