હવામાન નિષ્ણાત Ambalal Patel એ વરસાદને લઇને કરી મોટી આગાહી

Amit Darji

ગુજરાતમાં હાલ વરસાદે વિદાય લીધેલી છે. પરંતુ હજુ પણ વરસાદ આવવાનો છે તેને લઈને હવામાન નિષ્ણાત Ambalal Patel દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં હવામાનમાં ફેરફાર જોવા મળશે અને વરસાદની શક્યતાઓ રહેવાની છે. તેમ છતાં હાલમાં વરસાદી માહોલ જોવા મળ્યો નથી.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળવાની શક્યતા રહેલી છે. તેની સાથે જ વાવાઝોડાને લઈને જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં 12 ઓક્ટોબર સુધીમાં હલચલ જોવા મળવાની છે  અને 14 થી 19-20 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું આવવાની શક્યતા રહેલી છે. આ વાવાઝોડું ગંભીર વાવાઝોડું પણ હોઈ શકે છે.

તેની સાથે વાવાઝોડાની દિશાને લઈને જણાવ્યું કે, તે કઈ તરફ જશે એ તો ત્યારે જ ખબર પડશે, પરંતુ જેટ ધારાના લીધે આ સિસ્ટમ ગુજરાતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના વિસ્તારોમાં થઈ પાકિસ્તાન તરફ જાય તેવી શક્યતા રહેલી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવાની શક્યતા રહેલી છે.

- Advertisement -

તમને જણાવી દઈએ કે, બંગાળની ખાડી અને અરબ સાગરમાં અસરના લીધે 16 થી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં ફેરફાર જોવા મળશે. આ દરમિયાન પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેવાની છે. તેમાં પણ અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના વિસ્તારોમાં ભારે વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. જ્યારે નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થવાનું છે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળવાની છે.

તેમ છતાં હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 13 ઓક્ટોબર સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા રહેલી છે.

- Advertisement -

Share This Article
Leave a comment