હવામાન નિષ્ણાંત Ambalal Patel દ્વારા શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બર ના પ્રથમ અઠવાડિયામાં લો પ્રેશરના લીધે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેની સાથે Ambalal Patel દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ડિસેમ્બર ના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળવાનો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પાંડીચેરી અને ચેન્નઈના વિસ્તારોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા રહેલી છે.
જ્યારે ગુજરાત ને લઈને રાજ્યના હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તાપમાનમાં એક ડિગ્રીનો ફેરફાર જોવા મળવાનો છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે એક થી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. હાલમાં પૂર્વીય પવનો ફૂંકાવાના લીધે હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત રહેલી છે.
આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે. 28 નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધવાનું છે. બે ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવવાનું છે. તેના લીધે 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. 22 ડિસેમ્બર થી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમ વર્ષા થવાની છે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની છે.
તેની સાથે બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ અને શ્રીલંકાના દરિયાકાંઠે પવનની ઝડપ 60-70 કિમી પ્રતિ કલાકથી વધીને 80 કિમી પ્રતિ કલાક જવાની શક્યતા રહેલી છે. જ્યારે સવાર સુધી બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં 65-75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. ત્યાર બાદ તે વધીને 85 કિમી પ્રતિ કલાક પહોંચે તેવી શક્યતા રહેલી છે.