રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો હતો. એવામાં હવે ફરી વરસાદી માહોલ ગુજરાતમાં બન્યો છે. તેમાં પણ વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ લઈને આગાહી કરવામાં આવી છે.
તેની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે 3 થી 5 ઓક્ટોબરના રોજ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. અંબાલાલ પટેલ દ્વારા રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર અને જામખંભાળીના વિસ્તારો માં વરસાદી માહોલ રહેશે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ ગઇ કાલના વરસાદી માહોલ બન્યો હતો. વરસાદે પગલા પાડ્યા હતા. તેમાં પણ ગઈ કાલ રાત્રીના રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો હતો. એવામાં આગામી દિવસોમાં વરસાદની સ્થિતીને લઇ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં સિસ્ટમ બનેલ છે. જે 2024 ના ચોમાસાની ગુજરાતમાં છેલ્લી સિસ્ટમ રહેલી છે. આ સિસ્ટમ બાદ ચોમાસાના વિદાઈની શરૂઆત થઈ જશે.
તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના 60 થી 65 ટકા વિસ્તારમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે. તેની સાથે દક્ષિણ ગુજરાતમાં 7 ઈંચ સુધી વરસાદ વરસી શકવાની શક્યતા રહેલી છે.