પાકિસ્તાન નો ટેસ્ટ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ હવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર પહોંચી ગઈ છે. ત્યાં તેને ત્રણ વન ડે અને પાંચ ટી-20 મેચોની સીરીઝ રમવાની છે. આ પ્રવાસ પર તે પહેલા વનડે સીરીઝ રમવાની છે, જેની પ્રથમ મેચ 31 ઓક્ટોબર ના રોજ રમાશે. તેને લઈને ક્રિકેટ West Indies દ્વારા ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં કેટલાક ખેલાડીઓ ની જગ્યા અકબંધ રહેલી છે. પરંતુ શિમરોન હેટમાયર ની લાંબા સમય બાદ વન ડે ટીમમાં પરત વાપસી થઈ છે. શિમરોન હેટમાયર દ્વારા તેની છેલ્લી વનડે મેચ પણ ઈંગ્લેન્ડની ટીમ સામે રમવામાં આવી હતી. આ સિરિઝમાં શાઈ હોપ વેસ્ટ ઈન્ડિઝ ની ટીમ ની કેપ્ટનશિપ ની જવાબદારી સંભળાતા જોવા મળવાના છે.
હેટમાયર ખરાબ ફોર્મ ના લીધે ટીમ થી બહાર હતો
શિમરોન હેટમાયર દ્વારા તેની છેલ્લી વનડે મેચ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રમવામાં આવી હતી. ત્યાર બાદ હવે તેની આ ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ ની ટીમમાં વાપસી થઈ હતી. હેટમાયરને બાકાત રાખવા નું મુખ્ય કારણ તેનું સતત ખરાબ ફોર્મ રહેલું હતું. West Indies ની ટીમ તેની છેલ્લી વનડે સીરીઝ શ્રીલંકાના તાજેતરમાં સમાપ્ત થયેલા પ્રવાસ પર રમી હતી, જ્યાં તેને 2-1 થી હાર પ્રાપ્ત થઈ હતી. આ સીરીઝ પર ઈંગ્લેન્ડની ટીમની નજર આગામી વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ પર રહેલી હશે, ત્યારે વેસ્ટ ઈન્ડિઝ 2027 માં યોજાવનાર વનડે વર્લ્ડ કપમાં પોતાના સ્થાનની રેસમાં ટકી રહેવા માટે રમવા ઉતરશે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારતમાં વર્ષ 2023 માં યોજાવનાર ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ શકી નથી, જેના કારણે તે આવતા વર્ષે યોજાવનારી ચેમ્પિયન્સ ટ્રોફી નો ભાગ નથી.
ઈંગ્લેન્ડ સામેની વનડે સીરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ ની ટીમ : શાઈ હોપ (કેપ્ટન), જ્વેલ એન્ડ્રુ, કેસી કાર્ટી, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, શિમરોન હેટમાયર, અલઝારી જોસેફ, શમર જોસેફ, બ્રેન્ડન કિંગ, એવીન લુઈસ, ગુડાકેશ મોટી, શેરફેન રધરફોર્ડ, જાયડન સીલ્સ, રોમારિયો શેફર્ડ, હેડન વોલ્શ જુનીયર.
વેસ્ટ ઈન્ડિઝ વિ ઇંગ્લેન્ડ ODI સિરીઝનું શેડ્યૂલ
પ્રથમ વનડે – 31 ઓક્ટોબર (એન્ટિગુઆ)
બીજી વનડે – 2 નવેમ્બર (એન્ટિગુઆ)
ત્રીજી વનડે – 6 નવેમ્બર (બારબાડોસ)