ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામનેઇ નું હિબ્રુ ભાષા દ્વારા એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ખાતું ખોલ્યાના એક દિવસ બાદ જ આ કાર્યવાહી કરી હતી. એકાઉન્ટ સસ્પેન્ડ કરવા સાથે લખવામાં આવેલી નોટમાં જણાવવામાં આવ્યું છે કે, X ના નિયમો તોડવા ને લીધે આવું બન્યું છે. કહેવામાં આવ્યું રહ્યું છે કે, ખામનેઈ આ એકાઉન્ટ દ્વારા ઈઝરાયલ વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી હતી. આ એકાઉન્ટ પર બે પોસ્ટ કરાઈ છે. પ્રથમ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, દયાળુ અલ્લાહના નામે. જ્યારે બીજી પોસ્ટમાં ઈરાન પર હુમલો કરવા બદલ ઈઝરાયેલને નિશાન બનાવ્યું છે.
તમને જણાવી દઈએ કે, ઈરાન પર તાજેતરના ઈઝરાયેલ હુમલાનો બદલો લેવાની ધમકી આપ્યા ના થોડા કલાકો બાદ જ એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “ઝિયોનિસ્ટ શાસન દ્વારા ભૂલ કરવામાં આવી છે. તેમના દ્વારા ઈરાન ને લગતી તેની ગણતરીમાં ભૂલ કરવામાં આવી છે. અમે તમને સમજાવીશું કે, ઈરાની રાષ્ટ્ર પાસે કેવી પ્રકારની તાકાત, ક્ષમતા શું હશે.”
તમને જાણવી દઈએ એક્સ પર ખામનેઈ ના નામના મુખ્ય એકાઉન્ટમાં અંગ્રેજીમાં અને ઘણી વખત હિબ્રુમાં પોસ્ટ કરવામાં આવે છે અને પ્લેટફોર્મ પર લાઇવ છે. તેમની પાસે અરબીમાં પોસ્ટ માટે અલગ એકાઉન્ટ પણ રહેલા છે. તેના સિવાય અન્ય ટ્વિટર હેન્ડલ ‘Khamenei Media’ પણ તેમના ભાષણ પોસ્ટ કરવામાં આવે છે, જેને તેમના મુખ્ય એકાઉન્ટ દ્વારા અવારનવાર રીટ્વીટ કરાઈ છે.
તેની સાથે જણાવી દઈએ કે, ખામનેઈ તેમના મુખ્ય એક્સ એકાઉન્ટ પર હિબ્રુ માં પોસ્ટ કરવામાં આવે છે. તેમાં તે ઈઝરાયેલ વિરુદ્ધ સખ્ત ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ખામનેઈ એકાઉન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઈરાન પર ઈઝરાયેલના હુમલા ની ન તો અતિશયોક્તિ કરવી જોઈએ અને ન તો ઓછી આંકવી જોઈએ. તેમ છતાં ખામનેઈ દ્વારા હુમલા બાદ બદલો લેવાનું આકલન કરવાનું ટાળવા માં આવ્યું હતું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઈઝરાયેલના શાસન વિશેની ગેરમાન્યતાઓ ને દૂર કરવામાં આવી જોઈએ. ઈરાની રાષ્ટ્ર અને તેના યુવાનોની શક્તિ અને ઈચ્છાશક્તિ વિશે તેને સમજાવવું મહત્વપૂર્ણ રહેલ છે.
તમને જણાવી દઈએ કે, ખામનેઈ દ્વારા હિબ્રૂ ભાષામાં લખવામાં આવ્યું હતું કે, તે સત્તાધિકારીઓ નું કામ છે કે, તે નક્કી કરવાનું છે કે ઈરાની લોકોની ઈચ્છા અને શક્તિ વિશે ઈઝરાયેલી શાસનને કેવી રીતે સમજાવવું અને રાષ્ટ્રના હિતોની સેવા કરતા પગલાં કેવી રીતે ભરવામાં આવે. ખામનેઈ ની ટિપ્પણીઓ દ્વારા સૂચવવામાં આવે છે કે, ઈરાન હુમલા અંગે તેના પ્રતિભાવ પર ધ્યાનપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે. ઈરાનની સૈન્ય દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે, ગાઝા પટ્ટી અથવા લેબેનોનમાં યુદ્ધવિરામ ઇઝરાયેલ પરના કોઈપણ જવાબી હુમલા કરતાં વધુ સારું રહેલ છે, પરંતુ ઈરાની અધિકારીઓએ એમ પણ જણાવ્યું છે કે, તેમને જવાબ આપવાનો અધિકાર રહેલ છે.