સલમાન ખાનના વિવાદાસ્પદ રિયાલિટી શો ‘Bigg Boss 18’ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આપણે બધા જાણીએ જ છીએ કે, થોડા દિવસો પહેલા બિગ બોસ 18 ના ઘરમાં ત્રણ વાઈલ્ડ કાર્ડ ની એન્ટ્રી થઈ હતી. તેમાંથી અદિતિ મિસ્ત્રી બિગ બોસ 18 ના ઘરમાં થોડા દિવસો જ પસાર કરી શકી હતી. અદિતિ મિસ્ત્રીને બિગ બોસ 18 ના ઘરમાંથી બહાર કરી દેવામાં આવી છે. આ દરમિયાન બિગ બોસ 18 ને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર સામે આવ્યા છે કે, Shalini Passi ની બિગ બોસ 18 માં એન્ટ્રી થઈ શકે છે. શાલિની પાસી ભારતના જાણીતા અબજોપતિ ઉદ્યોગપતિ સંજય પાસી ની પત્ની રહેલી છે.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા શાલિની પાસી દ્વારા ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ’ દ્વારા ડેબ્યુ કરવામાં આવ્યું હતું. શાલિની પાસી આ શોમાં આવ્યા બાદથી ઘણી ચર્ચામાં રહેલી છે. શાલિની પાસી ઓછા સમયમાં સ્ટાર બની ગયેલી છે. એવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે, શાલિની પાસીની આ અઠવાડિયે બિગ બોસ 18 ના ઘરમાં એન્ટ્રી થવાની છે. બિગ બોસ 18 ના આગામી વીકેન્ડ વારમાં સલમાન ખાનની મુલાકાત ઇક્કા અને રફ્તાર જેવા બોલિવૂડ સિંગર્સ થી પણ થવાની છે. આ દરમિયાન શાલિની પાસી દ્વારા પણ સલમાન ખાન સાથે સ્ટેજ શેર કરવામાં આવશે.
તેની સાથે એવું લાગી રહ્યું છે કે, શાલિની પાસી બિગ બોસમાં વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી કરી શકે છે. પરંતુ તમે પણ આવું વિચારી રહ્યા છો તો તમે ખોટું વિચારી રહ્યા છો. શાલિની પાસી મહેમાન તરીકે બિગ બોસ 18 ના સેટ પર થોડો સમય પસાર કરવા માટે આવવાની છે. આ સમાચાર સાંભળી શાલિની પાસીના ચાહકો ખુશ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, શાલિની પાસી ને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ની સારી મિત્ર માનવામાં આવે છે. શાલિની પાસી એક સમયે ગૌરી ખાનની પાડોશી રહેલી હતી. જ્યારે ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ’ માં દેખાયા બાદ શાલિની પાસી દ્વારા ઘણા મોટા ખુલાસા ઓ કરવામાં આવ્યા હતા.