શું Shraddha Kapoor ની ‘ક્રીશ 4’ માં થશે એન્ટ્રી? 10 મહિના અગાઉ શ્રદ્ધા કપૂર અને રિતિક રોશને આપ્યા હતા સંકેત

Amit Darji

શ્રદ્ધા કપૂરે ‘સ્ત્રી 2’ થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. રાજકુમાર રાવ સાથે ની શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ દ્વારા શરૂઆતના દિવસોમાં વિશ્વભરમાં 75 કરોડથી વધુની કમાણી કરવામાં આવી હતી. હજુ પણ આ ફિલ્મ સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન શ્રદ્ધા કપૂરની ‘ક્રિશ 4’ ને લઈને એક નવી ચર્ચા શરૂ થઈ છે કે તે ‘ક્રિશ 4’ માં જોવા મળે તેવી શક્યતા છે. શ્રદ્ધા કપૂર ને હૃતિક રોશનની ટીમમાં સ્થાન મળશે કે નહીં તે અંગે નિર્માતાઓ દ્વારા કંઈપણ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ અભિનેત્રી દ્વારા 10 મહિના પહેલા આવા જ સંકેત આપવામાં આવ્યા હતા. તેને લઈને ફરી ચર્ચાઓ શરૂ થઈ છે.

રાકેશ રોશનની સુપરહિટ ફિલ્મ સીરિઝ ‘ક્રિશ 4’ ટૂંક સમયમાં જ આવવાની છે. રિતિક રોશન દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ એક સુપર હીરો ફિલ્મ છે જેની ચાહકો 11 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. આવતા વર્ષે તેનું શૂટિંગ શરૂ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. મેકર્સ દ્વારા સ્ક્રિપ્ટ પર કામ કરવામાં આવ્યું છે. તેમ છતાં મેકર્સ દ્વારા હજુ સુધી વધુ માહિતી શેર કરવામાં આવી નથી.

હવે ‘સ્ત્રી 2’ ની સફળતા વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ છે કે, શ્રદ્ધા કપૂરની ‘ક્રિશ 4’ માં એન્ટ્રી થઈ શકે છે. કારણ કે તેણે વર્ષ 2023 માં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. તેના આધારે કેટલાક અહેવાલોમાં આવા દાવા કરાઈ રહ્યા છે. ઓક્ટોબર 2023 માં સનકિસિંગ કરતી તસવીરો શેર કરતા શ્રદ્ધા કપૂરે કૅપ્શનમાં લખ્યું હતું કે, ‘જાદુની જેમ સૂર્ય (ધૂપ) ની જરૂરીયાત છે.” ત્યાર બાદ હૃતિક રોશન દ્વારા પણ કોમેન્ટ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, ‘મેં તેમને કહ્યું છે કે તે આવી રહી છે.’

 

તેની સાથે જણાવી દઈએ કે, આ ફ્રેન્ચાઈઝી દ્વારા અત્યાર સુધી ત્રણ ફિલ્મો રિલીઝ કરવામાં આવી છે. તમામમાં રિતિક રોશન લીડ રોલ તરીકે જોવા મળ્યો હતો. વર્ષ 2013 માં ક્રિશ રિલીઝ થઈ હતી જેમાં પ્રિયંકા ચોપરા, કંગના રનૌત અને વિવેક ઓબેરોય જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કરણ મલ્હોત્રા દ્વારા ક્રિશ-4નું નિર્દેશન કરવામાં આવી શકે છે.

Share This Article
Leave a comment