બાંગ્લાદેશમાં સ્થિતિ કાબૂની બહાર, વિરોધીઓએ ભૂતપૂર્વ ક્રિકેટર Mashrafe Mortaza ના ઘરને સળગાવ્યું

Amit Darji

બાંગ્લાદેશમાં શેખ હસીનાના રાજીનામા બાદ દેશના વિવિધ વિસ્તારોમાં હિંસા ઉમટી આવી છે. કેટલીક જગ્યા પર તોડફોડ અને કેટલીક જગ્યાએ આગચંપીના સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન Mashrafe Mortaza ના ઘરને પ્રદર્શનકારીઓએ આગ લગાવી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દેખાવકારો દ્વારા નારેલમાં મશરફે મુર્તઝા ના મુખ્ય ઘરને આગ લગાવી દીધી હોવાનું સામે આવ્યું છે.

સાંસદ મુર્તઝા પર ગુસ્સો કર્યો વ્યક્ત

તમને જણાવી દઈએ કે, વિરોધીઓ દ્વારા બાંગ્લાદેશમાં કથિત ‘નરસંહાર અને વિદ્યાર્થીઓની સામૂહિક ધરપકડ’ અંગે શાસક અવામી લીગ પાર્ટીના સાંસદ મુર્તઝા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ જે દ્રશ્યો જોવા મળ્યા છે તે દેખાવકારો દ્વારા તેમના ઘરની તોડફોડ અને આગ ચાંપી દેવામાં આવી હતી.

Mashrafe Mortaza1.jpg.webp

ક્રિકેટર મોર્તઝાની વાત કરીએ તો તે અલગ-અલગ ફોર્મેટમાં 117 મેચોમાં બાંગ્લાદેશની કેપ્ટનશિપ કરી ચુક્યા છે. તેમની લાંબી ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેમણે 36 ટેસ્ટ, 220 વનડે અને 54 ટી-૨૦ મેચોમાં પ્રભાવશાળી 390 રમત રમી 2,955 રન બનાવ્યા હતા. નિવૃત્તિ બાદ તેમણે 2018 માં તેમની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી અને શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગમાં જોડાઈ ગયા હતા. તેઓએ નરેલ-2 બેઠક પરથી સાંસદ તરીકે જીત પ્રાપ્ત કરી હતી.

ઢાકામાં પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશના ઘરમાં કરી લૂંટ

તમને જણાવી દઈએ કે, ઢાકામાં પ્રદર્શનકારીઓ દ્વારા બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશના ઘરમાં લૂંટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બાંગ્લાદેશનું પોલીસ તંત્ર સાવ વેરવિખેર જોવા મળી રહ્યું છે રસ્તાઓ પર પોલીસ જ નથી. બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડના સૈનિકોને પણ પરત ખેંચી લેવાયા છે અને તેઓ ફરજ પર રહેલા નથી. બાંગ્લાદેશના રસ્તાઓ પર માત્ર સેનાના જવાનો જ તૈનાત રહેલા છે પરંતુ તેમની સંખ્યા ઘણી ઓછી રહેલી છે.

તેની સાથે બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના સત્તાવાર નિવાસસ્થાન ‘બંગબંધુ ભવન’ માં પણ તોડફોડ કરવાની સાથે આગ પણ લગાવી દેવામાં આવી હતી. તે ઢાકાના ધાનમોન્ડીમાં સ્થિત એક ઐતિહાસિક ઇમારત રહેલ છે જેનો ઉપયોગ શેખ મુજીબુર રહેમાન દ્વારા તેમના ખાનગી નિવાસસ્થાન તરીકે કરવામાં આવ્યો હતો.

Share This Article
Leave a comment