WTC Points Table : ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ દ્વારા બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 190 રનથી હરાવવામાં આવ્યું છે. તેની સાથે England દ્વારા ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં 2-0 ની અજેય લીડ પ્રાપ્ત કરી લેવામાં આવી છે. આ મેચમાં ઈંગ્લેન્ડ માટે બોલરો અને બેટ્સમેનો દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. Gus Atkinson ને બોલ અને બેટ સાથે શાનદાર રમત રમી હતી. તેમણે મેચમાં કુલ 7 વિકેટ લેવાની સાથે સદી પણ ફટકારી હતી. આ કારણોસર તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં હાર સાથે શ્રીલંકાની ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો.
બાંગ્લાદેશને થયો ફાયદો
ઈંગ્લેન્ડની ટીમ સામેની હાર બાદ શ્રીલંકાની ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં એક સ્થાનનું નુકસાન પહોંચ્યું છે. ટીમ એક સ્થાનના નુકસાન સાથે સાતમાં નંબર પર પહોંચી ગઈ છે. શ્રીલંકા ને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 માં અત્યાર સુધીમાં કુલ 2 મેચમાં જીત પ્રાપ્ત થઈ છે અને ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેનું પીસીટી 33.33 રહેલું છે. તેની સાથે જ શ્રીલંકાની મેચ હારવાના લીધે બાંગ્લાદેશને એક સ્થાનનો ફાયદો થયો છે. તે છઠ્ઠા નંબર પર આવી ગયું છે. બાંગ્લાદેશ દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 માં અત્યાર સુધીમાં બે મેચ જીતવામાં આવી છે. તેનું પીસીટી 35.00 રહેલ છે.
પ્રથમ નંબર પર ભારતીય ટીમ
ઇંગ્લેન્ડની ટીમ મેચ જીત્યા બાદ વર્લ્ડ ટેસ્ટ પોઈન્ટ્સ ટેબલમાં ચોથા નંબર પર રહેલી છે. ટીમે અત્યાર સુધી કુલ 15 મેચ રમી છે, જેમાંથી આઠ જીત છે અને ટીમને છમાં હાર મળી છે. તેની પીસીટી 45.૦૦ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023-25 ના પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ પ્રથમ નંબર પર રહેલ છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં કુલ 6 મેચ જીત છે અને તેનું પીસીટી 68.52 ટકા રહેલ છે.
જો રૂટે બંને ઇનિંગમાં ફટકારી સદી
શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચમાં જો રૂટે શાનદાર બેટિંગ કરી હતી. તેમના દ્વારા ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારવામાં આવી હતી. તેમણે પ્રથમ ઇનિંગમાં 143 રન અને બીજી ઈનિંગમાં 102 રન બનાવ્યા હતા. પરંતુ ટીમ માટે સૌથી મોટા હીરો Gus Atkinson સાબિત થયા હતા. તેમણે પ્રથમ ઇનિંગમાં 118 રનની ઇનિંગ રમી હતી. ત્યાર બાદ ઈંગ્લેન્ડે ઇનિંગમાં 427 રન બનાવ્યા હતા. ત્યાર બાદ શ્રીલંકાની ટીમ 251 રન બનાવ્યા હતા. તેનાથી ઇંગ્લેન્ડને 176 રનની લીડ મળી હતી, જે તેમની જીતના આધાર બન્યા હતા.