પ્રાઈવેટ કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થવાના લીધે દર મહિને મોબાઈલ રિચાર્જ કરવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. મોંઘા રિચાર્જ પ્લાનથી છૂટકારો મેળવવા માટે યુઝર્સ સસ્તા અને લાંબી વેલિડિટી પ્લાનની શોધ કરી રહ્યા છે. આ દરમિયાન સરકારી ટેલિકોમ કંપની પોતાના ગ્રાહકો માટે મોટી રાહત લઈને આવ્યું છે. BSNL દ્વારા તાજેતરમાં ગ્રાહકો માટે યાદીમાં લાંબી વેલીડીટી ના પ્લાન એડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, Jio, Airtel અને Vi દ્વારા જુલાઈ મહિનામાં તેમના રિચાર્જ પ્લાન ની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ, હાલમાં BSNL દ્વારા જૂના ભાવે જ પ્લાન ઓફર કરવામાં આવી રહી છે. તેની સાથે ગ્રાહકોની સમસ્યાઓ ને ઓછી કરવા માટે BSNL હવે ઓછા ભાવે ટૂંકા ગાળાના પ્લાન અને લોંગ વેલીડીટી પ્લાન લઈને આવી ગયું છે. જો તમે પણ સસ્તા પ્લાન શોધ કરી રહ્યા છો તો અમે તમને BSNL ના સૌથી લોકપ્રિય પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
BSNL લાંબી વેલિડિટી સાથે નો સસ્તો પ્લાન
તમને જણાવી દઈએ કે, સરકારી ટેલિકોમ કંપની BSNL પાસે 100 રૂપિયાથી લઈને 3000 રૂપિયા અને તેનાથી વધુના પ્લાન રહેલા છે. BSNL યુઝર્સ માટે 336 દિવસનો શાનદાર પ્લાન પણ ઓફર કરવામાં આવ્યો છે. આ પ્લાન સાથે તમે એક જ વારમાં લગભગ 11 મહિના મા ટેના રિચાર્જ થી મુક્ત થઈ જશો અને મોંઘા રિચાર્જ થી પણ છૂટકારો મેળવી લેશો.
BSNL દ્વારા પોતાના 9 કરોડથી વધુ ગ્રાહકોને માત્ર 1499 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે. આ પ્રાઈઝ રેન્જમાં આટલી લાંબી વેલીડીટી ધરાવનાર રિચાર્જ પ્લાન અન્ય કોઈ કંપની પાસે નથી. 1500 રૂપિયાથી ઓછી કિંમતમાં તમે 336 દિવસ માટે ગમે તેટલી વાત કરી શકશો.
આ પ્લાન ના અન્ય ફાયદાઓ વિશે વાત કરીએ તો BSNL તેના ગ્રાહકોને કુલ 24GB ડેટા ઓફર કરે છે. તેનો અર્થ જો તમે વધુ ડેટાનો ઉપયોગ કરો છો તો આ પ્લાન તમને થોડો નિરાશ કરી શકે છે. આ સિવાય તમને ફ્રી કોલિંગ ની સાથે દરરોજ 100 ફ્રી SMS પણ પ્રાપ્ત થાય છે.
જો તમને વધુ ઈન્ટરનેટ ડેટા ની જરૂરીયાત હોય તો તમે કંપનીના 1999 રૂપિયાના પ્લાન માટે જઈ શકો છો. આ પ્લાનમાં BSNL તેના ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી સાથે કુલ 600 GB ડેટા ઓફર કરે છે. તેમાં તમને દરરોજ 100 ફ્રી SMS પણ પ્રાપ્ત થાય છે.