YouTube એ જાહેર કર્યું નવું ફીચર, માતા-પિતા બાળકોના એકાઉન્ટ પર રાખી શકશે નજર…

Amit Darji

સોશિયલ મીડિયાનું પ્રખ્યાત પ્લેટફોર્મ YouTube છેલ્લા થોડા સમયમાં શાનદાર ફીચરની સાથે આવ્યું છે. યુટયુબ પ્લેટફોર્મ પર એક નવું ફીચર આવ્યું છે. ફેમિલી સેંટર નામથી એક નવા ફીચરની જાહેરાત કરવામાં આવી છે. આ ફીચર દ્વારા માતા-પિતા પોતાના બાળકોના યુટ્યુબ એકાઉન્ટને સરળતાથી મોનિટર કરી શકશે. ગૂગલ દ્વારા પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, આ ફીચર દ્વારા માતા-પિતા એકાઉન્ટની નોટિફિકેશનને પણ મેનેજ કરી શકશે.

યુટ્યુબ મુજબ, ફેમિલી સેન્ટર ફીચરના લીધે માતા-પિતા તેના બાળકોના એકાઉન્ટ પર સરળતાથી નજર રાખી શકશે. તેની સાથે એકાઉન્ટની તમામ પ્રવૃત્તિઓનું સંચાલન પણ કરી શકશે. આ સુવિધાના લીધે કિશોરો માત્ર તે જ કન્ટેન્ટ જોઈ શકશે જે તેમના માતાપિતા તેમને દેખાડવા ઈચ્છે છે. યુટ્યુબ દ્વારા જણાવવામાં આવ્યું છે એ, આ ફીચર આવનારા સમયમાં કેટલાક દેશોમાં રોલઆઉટ કરી દેવાશે.

ફેમિલી સેન્ટર ફીચર દ્વારા માતા-પિતા YouTube એકાઉન્ટની કમેન્ટસ, અપલોડ્સ, સબ્સ્ક્રિપ્શન્સ, લાઇક્સ અને અન્ય વસ્તુઓને સરળતાથી મેનેજ કરી શકશે. આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ રહેશે કે, આ ફીચરના લીધે માતા-પિતા પોતાના બાળકના એકાઉન્ટમાંથી કોઈપણ ખોટા કન્ટેન્ટને અપલોડ થવાથી રોકી શકે છે. તેના સિવાય એકાઉન્ટ પર કોઈપણ વિડિયોને લાઈવ સ્ટ્રીમ કરતા પહેલા ચેક કરી શકે છે. આ ફીચરમાં તેનું પણ નોટિફિકેશન પણ મળી જશે.

ફેમિલી સેન્ટર સુવિધાનો ઉપયોગ

સૌથી પહેલા ડીવાઈઝ પર YouTube એપ્લિકેશન ખોલો. ત્યાર બાદ ફેમિલી સેન્ટરના પેજ પર જવું પડશે. ત્યાર બાદ QR કોડ સ્કેન કરીને તમારા કિશોરનું એકાઉન્ટ લિંક કરી શકશો. ત્યાર બાદ ‘Invite a Teen’ ના વિકલ્પ પર ક્લિક કરવાનું છે. એકાઉન્ટ લિંક કર્યા બાદ બાળકના તમામ નોટિફિકેશન, લાઇક્સ અને કમેન્ટ્સ પણ પર સરળતાથી નજર રાખી શકશો. યુટયુબ ફેમેલી સેન્ટરમાં માતા-પિતા અને બાળકના એકાઉન્ટ લીંક થયા બાદ માતા-પિતા પાસે બાળકના એકાઉન્ટને મેનેજ કરવાની ક્ષમતા મળી જશે. યુટ્યુબના આ ફીચરથી માતા-પિતાની મોટી ચિંતા દૂર થઈ જશે.

Share This Article
Leave a comment